પ્રવૃત્તિઓ | અમારા વિષે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
પ્રવૃત્તિઓ | અમારા વિષે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

પ્રવૃત્તિઓ

રાજ્ય સરકારનો વહીવટ માતૃભાષામાં થાય તે હેતુસર ઘડવામાં આવેલા રાજભાષા અધિનિયમ હેઠળ કચેરીની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.

 • ૦૧સચિવાલયના તમામ વિભાગો તરફથી સોંપવામાં આવતી અંગ્રેજી અને ગુજરાતી ભાષાંતરને લગતી તમામ કામગીરી કરવી
 • ૦૨વહિવટની ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર અને સંશોધન કામગીરી
 • ૦૩સ્‍ટેનોગ્રાફર તથા ટાઇપિસ્‍ટોને ગુજરાતીમાં તાલીમ આપવી તથા સચિવાલય અને ઇતર કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓને હિન્‍દી અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં તાલીમ આપવી
 • ૦૪ગુજરાતી ભાષાના વહીવટી ઉપયોગ માટે પારિભાષિક શબ્‍દોને પ્રમાણભૂત કરવા
 • ૦૫સરકારી કચેરીઓમાં તથા સચિવાલય અને બીજા ખાતાઓની વહીવટની ગુજરાતી ભાષાને પ્રમાણભૂત કરવી
 • ૦૬ટાઇપરાઇટરો/કોમ્‍પ્‍યુટરોના કી-બોર્ડને આખરી સ્‍વરૂપ આપવું
 • ૦૭શબ્‍દકોશો,પારિભાષિક શબ્‍દકોશો (ગ્‍લોસરીઝ), માર્ગદર્શિકાઓ, પત્રિકાઓ, પુસ્‍તિકાઓ, સામયિકો વગેરે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાં તથા રોજિંદા પત્રવ્‍યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશે ખાતાં તથા જિલ્‍લા કચેરીઓને માર્ગદર્શન આપવું
 • ૦૮રાજય સરકારના તમામ વિભાગોના અંદાજપત્ર પ્રકાશનો અને આનુષાંગિક પ્રકાશનોનું ભાષાંતર કરવું

વિવિધ પરીક્ષાઓનું સંચાલન

 • ૦૧સરકારી કર્મચારીઓ માટેની ઉચ્‍ચ/નિમ્‍ન અને બોલચાલશ્રેણીની હિન્‍દી ભાષાની પરીક્ષાઓ
 • ૦૨સરકારી કર્મચારીઓ માટેની ઉચ્‍ચ/નિમ્‍ન અને બોલચાલશ્રેણીની ગુજરાતી ભાષાની પરીક્ષાઓ.
 • ૦૩ગુજરાતી લધુલિપિકો કક્ષા ૧, ૨ અને ૩ માટેની સ્‍વૈચ્‍છિક શ્રુતલેખન કસોટી.
 • ૦૪ગુજરાતી ભાષામાં ભાષા કૌશલની સ્‍વૈચ્‍છિક પરીક્ષા.
 • ૦૫ટાઇપિસ્‍ટ/જુનિયર કારકુન અને નાયબ સેક્શન અધિકારીઓ માટે ઐચ્‍છિક ભાષા કસોટી.
 • ૦૬વહીવટી કામકાજમાં શુદ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગ માટે ગુજરાતી ભાષાના વર્ગો (નિયત કરાયેલા જિલ્‍લાઓમાં) યોજ​વી. અખિલ ભારતીય સેવાના અધિકારીઓને ગુજરાતી ભાષાની સધન તાલીમ આપ​વી.
 • ૦૭રાજ્યપત્રિત અધિકારીઓ માટેની ગુજરાતી ભાષાની ઉચ્‍ચતર પ્રાવીણ્ય પરીક્ષા.
 • ૦૮રાજભાષા પ્રચાર અને પ્રસારની કામગીરી અન્‍વયે જિલ્‍લા કક્ષાએ રાજભાષા પ્રદર્શન/પરિસંવાદ યોજવા બાબત
Back to Top