૫રિચય | અમારા વિષે | ભાષા નિયામકની કચેરી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
૫રિચય | અમારા વિષે | ભાષા નિયામકની કચેરી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

૫રિચય

ભાષા નિયામકની કચેરી ૧૯૬૦થી અસ્તિત્વમાં આવી છે. આ કચેરી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત હતી. તા.૦૨/૦૬/૨૦૦૫થી આ કચેરી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્ર​વૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત છે. કચેરીની સમગ્ર દેખરેખ ભાષા નિયામકશ્રી કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ ભાષા નિયામક, પ્રકાશન અધિકારી, સંપાદન અધિકારી, સંશોધન અધિકારી, ભાષાંતરકાર/સંશોધન મદદનીશો વગેરે ભાષાંતર પાંખ માટે કામ કરે છે. આ ઉપરાંત, કચેરીમાં મદદનીશ ભાષા નિયામક, હિસાબનીસ એમ જુદાજુદા અધિકારીઓ/કર્મચારીઓ કામગીરી બજાવે છે. રાજયમાં ભાષા નિયામકની એકમાત્ર કચેરી છે જે ગાંધીનગર ખાતે કાર્યરત છે. કચેરીનાં મુખ્ય કાર્યોમાં રાજય સરકારના વહીવટી વિભાગો માટે ભાષાંતરની કામગીરી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શબ્દકોશો તૈયાર કરવા, પારિભાષિક શબ્દો પ્રમાણભૂત કરવા અને તે વ્યવહારમાં લાવવા માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવો, બિન-ગુજરાતી કર્મચારીઓ માટે ગુજરાતી પરીક્ષા તથા ગુજરાતી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષાનું આયોજન કરવું, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ઓપવર્ગો ચલાવવા, ટાઇપ રાઇટર/કોમ્યૂટરોના "કી બોર્ડ" (કળપટ)ને આખરી રૂપ આપવું, ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી શબ્દકોશો, પારિભાષિક શબ્દકોશો, પુસ્તિકાઓ વગેરે પ્રસિદ્ધ કર​વાં તથા રોજિંદા પત્રવ્યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશે ખાતાઓ તથા જિલ્લા કચેરીઓને માર્ગદર્શન આપવું, તકતીઓ અને નિમંત્રણ પત્રિકાઓની ભાષાકીય ચકાસણી, ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે રાજભાષા પ્રદર્શન/પરિસંવાદો યોજવાં વગેરેનો સમાવેશ થાય છે.

પદ ધારણ આલેખ, ભાષા નિયામક ગુજરાત રાજ્ય

ક્રમ નામ ક્યાંથી ક્યાં સુધી
શ્રી નંદશંકર રા. ત્રિવેદી ૦૯/૦૮/૧૯૬૦ ૨૯/૦૧/૧૯૬૪
શ્રી અનંતરાય મ. રાવળ ૩૦/૦૧/૧૯૬૪ ૧૩/૧૧/૧૯૭૦
શ્રી ઇશ્વરપ્રસાદ શિ. જોશીપુરા ૧૪/૧૧/૧૯૭૦ ૨૧/૦૩/૧૯૭૧
શ્રી હસિતકન્ત હ. બૂચ ૨૨/૦૩/૧૯૭૧ ૩૦/૦૪/૧૯૮૦
શ્રી ઇશ્વરપ્રસાદ શિ. જોશીપુરા ૦૧/૦૫/૧૯૮૦ ૩૧/૦૧/૧૯૮૧
શ્રી નારાયણ ભ. વ્યાસ ૦૧/૦૨/૧૯૮૧ ૩૦/૦૬/૧૯૮૮
શ્રી કાલિદાસ ના. ત્રિવેદી ૦૧/૦૭/૧૯૮૮ ૩૦/૧૧/૧૯૯૫
શ્રી કાન્તિલાલ બા. વ્યાસ
શ્રી નટુભાઇ પંચાલ (ચાર્જ)
૨૨/૦૧/૧૯૯૬
૦૧/૦૯/૧૯૯૭
૩૧/૦૮/૧૯૯૭
૨૭/૦૭/૧૯૯૮
શ્રી પ્રવીણ ગઢવી, આઇ.એ.એસ.
શ્રી લાખાભાઇ ખુ. રોહિત (ચાર્જ)
૨૮/૦૭/૧૯૯૮
૦૫/૧૨/૨૦૦૦
૦૫/૧૨/૨૦૦૦
૩૦/૦૩/૨૦૦૧
૧૦ શ્રી વી.એમ.ચૌહાણ ૦૧/૦૪/૨૦૦૧ ૩૦/૦૪/૨૦૦૩
૧૧ શ્રી વી.વી.પંડિત
શ્રી પ્રદીપ ત્રિવેદી (ચાર્જ)
ખાલી
શ્રી અમૃત ખત્રી, આઇ.એ.એસ. (ચાર્જ)
શ્રી પ્રવીણ ગઢવી, આઇ.એ.એસ. (ચાર્જ)
૦૧/૦૫/૨૦૦૩
૧૫/૦૧/૨૦૦૮
૦૧/૦૭/૨૦૦૯
૨૮/૦૮/૨૦૦૯
૧૫/૦૯/૨૦૧૦
૧૫/૦૧/૨૦૦૮
૩૦/૦૬/૨૦૦૯
૨૭/૦૮/૨૦૦૯
૧૪/૦૯/૨૦૧૦
૩૧/૦૫/૨૦૧૧
૧૨ શ્રી લાખાભાઇ ખુ. રોહિત
શ્રીમતી હંસાબહેન મ. ગઢવી (ચાર્જ)
શ્રી ભૌમિક ચં. વ્યાસ (ચાર્જ)
૦૧/૦૬/૨૦૧૧
૦૧/૦૩/૨૦૧૩
૦૧/૦૭/૨૦૧૪
૨૮/૦૨/૨૦૧૩
૩૦/૦૬/૨૦૧૪
૧૮/૦૫/૨૦૧૮
૧૩ શ્રી ભૌમિક ચં. વ્યાસ ૧૯/૦૫/૨૦૧૮
Back to Top