અનુવાદના દરો | ભાષા નિયામકની કચેરી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
અનુવાદના દરો | ભાષા નિયામકની કચેરી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

અનુવાદના દરો

  • Translation of 100 words 30/-
  • Translation of Technical and Law for 100 words 35/-
  • For 1 Subject type or that part 10/

સામાન્‍ય વહીવટ વિભાગના તા. ૪-૨-૯૯ના ઠરાવ ક્રમાંક : ભનક-૧૦૯૮-૨૪૩૬-૨ થી ભાષા નિયામકશ્રી કચેરી કે અન્‍ય સરકારી કચેરીઓ, બહારની વ્‍યક્તિઓ પાસે ભાષાંતરકામ કરાવે તો તે ભાષાંતરકામ માટે બહારની વ્‍યક્તિઓને ચૂકવવાના જે દરો મુકરર કરેલા, તે દરો સુધારવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. આથી પુખ્‍ત વિચારણાને અંતે સરકાર ઉકત ઠરાવના અંગ્રેજી/હિન્‍દીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી/હિન્‍દીમાં ભાષાંતરકામ માટેના દરમાં સુધારો કરીને, બહારની વ્‍યક્તિને ચૂકવવાના દર, નીચે મુજબ સરકાર ઠરાવે છે.

ક્રમ વિગત ચૂકવવાના દર
ભાષાંતરકામ ૩૦-૦૦
ટેકનીકલ અને કાનૂની ભાષાંતરકામ – ૧૦૦ શબ્‍દો કે તેના ભાગ દીઠ ૩૫-૦૦
૧ ટાઇપ પૃષ્‍ઠ અથવા તેના ભાગ માટે ૧૦-૦૦
  • ઉપરોકત દર કાયદા વિભાગ સિવાયના બધા વિભાગોને લાગુ પડશે
  • આ સુધારેલ દર, ઠરાવની તારીખથી અમલમાં આવશે
  • ઉપરોકત દર બહારની વ્‍યક્તિ પાસેથી ભાષાંતરની કામગીરી કરાવવામાં આવે ત્‍યારે ચૂકવવાપાત્ર થશે
  • આ અંગેનું ખર્ચ જે વિભાગ/કચેરી ભાષાંતર કામગીરી કરાવે તે વિભાગ/કચેરીના અંદાજપત્ર સદર હેઠળ પાડવાનું રહેશે
Back to Top